મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: મણિનગરના જવાહર ચોક પાસે ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે માથાકૂટ

અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હવે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો

અમદાવાદ: મણિનગરના જવાહર ચોક પાસે ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે માથાકૂટ

અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હવે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ સામાન્ય બાબત બની ગઈ છે. આવી જ ઘટના મણિનગર વિસ્તારમાં આવેલા જવાહર ચોક પાસે ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થઈ હતી. જેના પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. 

મણિનગરના જવાહર ચોક પાસે રોડ પરથી પસાર થતા વાહનચાલક તેમજ ટોઈંગ વાનમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસકર્મીએ વાહનચાલકને માર માર્યો હોવાનો આક્ષેપ લગાવાયો હતો. આ ઘટનાને પગલે સતત વાહનોથી ધમધમતા રોડ પર લોકોનું કિડિયારું એકઠું થઈ ગયું હતું. આ ઘટના અંગેની જાણ થતા મણિનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ ટ્રાફિકને હળવો કરી સ્થિતિ થાળે પાડી હતી. 

આ સમાચાર શેર કરો