મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ પાલિકામાં વેરો ભર્યાની પાવતી નીકળી નકલી, ભોગ બનનાર મહિલાના ઘરે કર્મચારી પહોંચ્યા ત્યારે મામલો આવ્યો સામે

રાજ્યમાં નકલીની બોલબાલા વધી છે ત્યારે પાટણની એક મહિલા પણ નકલી વેરા શાખાના બિલનો ભોગ બની છે. પાટણ શહેરની

પાટણ પાલિકામાં વેરો ભર્યાની પાવતી નીકળી નકલી, ભોગ બનનાર મહિલાના ઘરે કર્મચારી પહોંચ્યા ત્યારે મામલો આવ્યો સામે

રાજ્યમાં નકલીની બોલબાલા વધી છે ત્યારે પાટણની એક મહિલા પણ નકલી વેરા શાખાના બિલનો ભોગ બની છે. પાટણ શહેરની ઇન્દ્રલોક સોસાયટીમાં રહેતા લલીતાબેન ત્રિભોવનદાસ શ્રીમાળી 15 એપ્રિલ 2024 ના રોજ પાલિકાની વેરા શાખામાં લાઇન ઉભા રહીને રૂ,1660નો વેરો ભરીને પાવતી મેળવી હતી.

કર્મચારી વેરો બાકીની નોટિસ લઇને ઘરે ગયા હતા ત્યારે આ મહિલાએ પાવતી બતાવી 

 સોમવારે પાલિકાના કર્મચારી વેરો બાકીની નોટિસ લઇને ઘરે ગયા હતા ત્યારે આ મહિલાએ પાવતી બતાવી હતી જોકે તે પાવતી જોઇને કર્મચારીએ આ પાવતી ખોટી છે તે કહેતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ તેવી સ્થિતી સર્જાઇ હતી.

પાવતી નકલી નીકળતા કર્મચારીઓ એક્શનમાં આવ્યા

પાલિકાના કર્મચારીઓ પાવતી લઇને વેરા શાખામાં આવ્યા હતા ત્યારે વેરા શાખાના ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઇ પટેલ પણ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ શરૂ કરી છે . સીસીટીવી કેમેરા સમય મર્યાદા 15 દિવસની હોવાથી તે દિશામાં તપાસ થઇ શકી નથી . બાદમાં સોમવારે સાંજે વિધવા પાલીકા આવી હતી અને ચીફ ઓફિસર નિતીન બોડાત સાથે ચર્ચા કરી હતી.

આ સમાચાર શેર કરો