મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોટાદ: ગઢડાના મેઘડિયા ગામે નાળામાંથી એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો

ગઢડા તાલુકાના મેઘડિયા ગામે ટાટમ જતા માર્ગ પર નાળામાંથી એક યુવાનનો મૃતદેહ મળી મળ્યો હતો. આ અંગેની જાણ પોલીસને કરાતા

બોટાદ: ગઢડાના મેઘડિયા ગામે નાળામાંથી એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો

ગઢડા તાલુકાના મેઘડિયા ગામે ટાટમ જતા માર્ગ પર નાળામાંથી એક યુવાનનો મૃતદેહ મળી મળ્યો હતો. આ અંગેની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળે આવી પહોંચી હતી. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘડિયા ગામે ટાટમ જતા માર્ગ પર નાળામાંથી એક યુવાનનો મૃતદેહ મળી મળ્યો હતો. સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.  મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ કરતા આ મૃતદેહ મેઘવડીયા ગામના હરજી મગનભાઈ ચાવડાનો હોવાનું જાણવા મળ્યું હતું. 

પ્રાથમિક તપાસમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે નાળા પરથી ચાલતી વખતે પડી જતા વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ નિપજ્યું હોઈ શકે છે પરંતુ સાચી હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે તેમ સ્થાનિક મેડિકલ ઓફિસર ડો. મિલન ઘેવરીયા જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો