મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 'આપમાંથી રાજીનામા બાદ મને બદનામ કરવાનું કાવતરું ઘડાયું', રાજૂ કરપડાના સણસણતા આરોપ

ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલ્યો છે. તેમણે આક્ષેપ

તસવીર: GSTV

ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રાજીનામું આપ્યા બાદ તેમને અને તેમના પરિવારને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે. રાજુ કરપડાએ જાહેરાત કરી છે કે, આગામી ૨૪ તારીખે તુલસીશ્યામથી સુદામડા સુધી 'કિસાન સંકલ્પ યાત્રા' કાઢવામાં આવશે. પંજાબમાં ખેડૂતોનું દેવું માફ ન કરવા બદલ તેમણે 'આપ'ની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શંભુ બોર્ડર પર ખેડૂત આંદોલન કરતા હતા ત્યારે પંજાબ પોલીસે તેમને દંડા માર્યા હતા. દરેક પાર્ટી ખેડૂતને હાથો બનાવી ઉપયોગ કરે છે.

આ સમાચાર શેર કરો