VIDEO: થલતેજમાં આવેલી એક સ્કૂલના વોશરૂમમાં આવી ચઢ્યો કોબ્રા સાપ
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં દિવ્યાંગ બાળકોની પ્રકાશ સ્કૂલના બાથરૂમમાં ઝેરી કોબ્રા સાપ જોવ

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં દિવ્યાંગ બાળકોની પ્રકાશ સ્કૂલના બાથરૂમમાં ઝેરી કોબ્રા સાપ જોવા મળતા દોડધામ મચી ગઈ હતી. સાપ આવી જતા તાત્કાલિક એનિમલ લાઈફ કેરની ટીમને બોલવવામાં આવી હતી. જે બાદ ટીમે રેસ્ક્યુ કરીને સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.
આ અંગે એનિમલ લાઈફ કેરના સભ્ય વિજય ડાભીએ જણાવ્યું કે, રેસ્ક્યુ કરાયેલ સાપ ઝેરી કોબ્રા હતો. જેની લંબાઈ એક ફૂટ જેટલી હતી. સાપ વોશરૂમમાં ફેણ ચઢાવીને બેઠો હતો. સાપનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
ચોમાસાની સિઝનમાં સાપ નીકળવાની ઘટના બને છે અવાર-નવાર
નોંધનીય છે કે, ચોમાસાની સિઝનમાં સાપ નીકળવાની ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે આજે થલતેજમાં સ્થિત દિવ્યાંગ બાળકોની પ્રકાશ સ્કૂલના બાથરૂમમાં ઝેરી કોબ્રા સાપ નિકળ્યો હતો.






