મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: હેમન્દ્રી એપાર્ટમેન્ટમાં યુવાને કાર રિવર્સ લેતા બાળક કચડાયું, પરિવારમાં આક્રંદનો માહોલ

રાજકોટમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. સભ્ય સમાજને ચિંતા કરનારી ઘટના છે. જેમાં મવડી વ

રાજકોટ: હેમન્દ્રી એપાર્ટમેન્ટમાં યુવાને કાર રિવર્સ લેતા બાળક કચડાયું, પરિવારમાં આક્રંદનો માહોલ

રાજકોટમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. સભ્ય સમાજને ચિંતા કરનારી ઘટના છે. જેમાં મવડી વિસ્તારમાં આવેલા હેમન્દ્રી એપાર્ટમેન્ટ-1માં સમગ્ર બનાવ બન્યો હતો. એક શખ્સે કાર રિવર્સ લેતા માસૂમ બાળક કાર નીચે કચડાયો હતો, ત્યાંજ ઘટનાસ્થળ પર તેનું મોત નીપજ્યું હતું.

મિલન પટેલ નામના યુવાને કાર રિવર્સ લીધી અને બાળક કચડાઈ ગયો

એપાર્ટેમેન્ટમાં રહેતા ચોકીદારી કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ચોકીદારી કરતા  પદમ ભાઈનો દોઢ વર્ષનો પુત્ર મોહન પાર્કિંગમાં રમતો હતો. ત્યારે એપાર્ટમેન્ટમાં જ રહેતા મિલન પટેલ નામના યુવાને કાર રિવર્સ લીધી હતી અને બાળક કાર નીચે કચડાઈ ગયો હતો.

બાળકનું મોત નિપજતા પરિવારમાં આક્રંદનો માહોલ 

બાળકનું મોત નિપજતા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો