મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

એક બાળક પતંગ ઉતારવા વીજપોલ પર ચડ્યો, કરંટ લાગતા ગંભીર ઈજા થઈ

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામે ખેતરમાં પતંગ ઉતારવા વીજપોલ ઉપર ચડેલા બાળકને ભારે કરંટ

એક બાળક પતંગ ઉતારવા વીજપોલ પર ચડ્યો, કરંટ લાગતા ગંભીર ઈજા થઈ

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામે ખેતરમાં પતંગ ઉતારવા વીજપોલ ઉપર ચડેલા બાળકને ભારે કરંટ લાગ્યો હતો. ત્રીજા ધોરણમાં ભણતો જેવીસ વીજપોલ ઉપર ચડી ફસાયેલી પતંગ ઉતારતા તેને ભારે કરંટ લાગ્યો હતો અને તે થાંભલા ઉપર જ લટકી ગયો હતો.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓના ભોજનમાં છાશવારે આવતી જીવાત મામલે સમરસ હોસ્ટેલમાં મીડિયા પ્રતિબંધ

તેને આ પરિસ્થિતિમાં જોતાં આસપાસના લોકો અને પરિવારના લોકો દોડી આવ્યા અને તાત્કાલીક વીજ પુરવઠો બંધ કરી બાળકને નીચે ઉતાર્યો. તે હાથ પગ અને શરીરના અન્ય ભાગે ગંભીર રીતે દાઝી ગયેલો હોવાથી તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ કંઈક આવી જ ઘટના બની હતી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 9 વર્ષની બાળકીને વીજ કરંટ લાગતા મોત થયું હતું. વીજ લાઇનમાં પતંગ ફસાઇ જતા તેને કાઢવા જતા બાળકીને કરંટ લાગ્યો હતો. જે બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પ્રાંતિજમાં બાળકીને કરંટ લાગતા મોત

પ્રાંતિજના નાની ભાગોળ કહાર વાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. મકાન પાછળથી પ્રસાર થઇ રહેલ 11 હજાર કેવીની વીજલાઇનમાં પતંગ ફસાતા પતંગ કાઢવા જતા બાળકીને વીજ કરંટ લાગ્યો હતો.

બાળકીને વીજ કરંટ લાગતા પાસે રહેલા અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવાર તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. બાળકીને વીજ કરંટ લાગતા બાળકીના બન્ને હાથ, પગ અને પેટ બળીને ભડથુ થઇ ગયા હતા અને છુટા પડી ગયા હતા. ફરજ પર હાજર તબીબે જ્યાં બાળકીને મૃત જાહેર કરાઇ હતી.

આ સમાચાર શેર કરો