VIDEO: શેરબજાર અને IPOમાં રોકાણના નામે 1 કરોડ 21 લાખ રૂપિયાની સાયબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો
શેરબજાર અને IPOમાં રોકાણના નામે 1 કરોડ 21 લ


શેરબજાર અને IPOમાં રોકાણના નામે 1 કરોડ 21 લાખ રૂપિયાની સાયબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ઠગોએ ફોરચ્યુનેટ ગેટઅને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસિસના નામે નકલી વોટ્સએપ ગ્રુપ બનાવીને રોકાણકારોને લાલચ આપી. પ્લેસ્ટોર પરથી નકલી એપ્સ ડાઉનલોડ કરાવીને છેતરપિંડી આચરવામાં આવી. એક નિર્દોષ નાગરિક પાસેથી 1 કરોડ 21 લાખ રૂપિયા પડાવી લેવાયા. આ રકમ 13 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. ભોગ બનેલા વ્યક્તિએ સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.




