VIDEO: શેરબજારમાં ધમાકેદાર રેલી, મિડકેપ-સ્મોલકેપમાં પણ જોરદાર ઉછાળો
સોર્સ : GSTV
સપ્તાહની છેલ્લી ટ્રેડિંગ શેસનમાં આજે ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી દુનિયાભરના શેરબજારમાં સુધારો જોવાયો છે. ટ્રમ્પે ઈરાન સાથે સમજૂતીના સંકેત આપ્યા છે. જેથી વૈશ્વિક બજારો આજે વધીને આવ્યા છે. જેથી ભારતીય બજાર પણ સુધારા સાથે ખુલ્યું છે..સવારથી જ મોટાભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ એક હજાર પોઈન્ટના વધારા સાથે 74 હજાર 850 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 290 પોઈન્ટના વધારા સાથે 23 હજાર 450 પર ટ્રેડ થઈ રહ્યો છે.આજનો વધારાથી રોકાણકારોની સંપત્તિમાં 7 લાખ કરોડનો જંગી વધારો થયો છે..મિડકેપ અને સ્મોલકેપ સેકટર પણ જોરદાર તેજીમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા લાંબા સમયની મંદી બાદ આજે માર્કેટ તેજીમાં આવતા રોકાણકારોમાં આનંદ છવાયો છે.

