મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: અંબાજીના ગબ્બર પરિક્રમા માર્ગ પર રીંછ દેખાયું, લોકોની સુરક્ષા સામે સવાલ

બનાસકાંઠાના અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત બીજા દિવસે રીંછ દેખાયો હતો. ગબ્બર ખાતે ફરજ બજાવતા સ

બનાસકાંઠા: અંબાજીના ગબ્બર પરિક્રમા માર્ગ પર રીંછ દેખાયું, લોકોની સુરક્ષા સામે સવાલ

બનાસકાંઠાના અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા માર્ગ ખાતેસતત બીજા દિવસે રીંછ દેખાયો હતો. ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે ગઈકાલે પણ મંદિર ખાતે રીંછ પરિક્રમા માર્ગ ઉપર જોવા મળ્યું હતું.

સતત બીજા દિવસે પરિક્રમાં માર્ગ પર રીંછ 

સતત બીજા દિવસે પરિક્રમાં માર્ગ પર રીંછ દેખાતા લોકોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે.આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રીંછ વસવાટ કરે છે.  પોલપચા ખાતે મંદિર નંબર 17 ખાતે રીંછ આવ્યું હતું. ગબ્બર ખાતે દિવસે માઈ ભક્તો મોટી સંખ્યામાં  પરિક્રમા કરે છે.

 આ વિસ્તારમાં અનેકો જંગલી જાનવરો વસવાટ કરે છે

બીજી તરફ આ વિસ્તારમાં અનેકો જંગલી જાનવરો વસવાટ કરે છે. રીંછનો વીડિયો સિક્યુરીટી ગાર્ડે ઉતાર્યો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો