VIDEO : મહીસાગરમાં 75 વર્ષના વૃદ્ધે લગ્ન કર્યા, ડીજેના તાલે જાનમાં આખું ગામ નાચ્યું
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા 75 વર્ષના વૃદ્ધ પ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા 75 વર્ષના વૃદ્ધ પરણવા નીકળ્યા હતા. આ વૃદ્ધની જાનમાં ડીજેના તાલે આખુંય ગામ જોડાયું અને ગામના જ એક મંદિરમાં સમાજના રિતી-રિવાજ મુજબ તે લગ્ન ગ્રંથિથી જોડાયા.
ખાનપુર તાલુકાના અમેઠી ગામે સાયબાભાઈ ડામોર છેલ્લા 75 વર્ષથી એકલવાયું જીવન જીવતા આવ્યાં છે. જમવાથી લઇને તમામ ક્રિયાઓ પોતાની જાતે જ કરતા આવ્યા છે.
સમાજના લોકોએ તેમને એકલતામાં સહારો અપાવવા અને તેમને આ ઉંમરે કોઈ જમવાનું બનાવી આપે તે માટે તેમના સમકક્ષ પાત્ર સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.
આજે સાયબાભાઈ ડામોરના લગ્નમાં આખું ગામ જોડાયું હતું અને જાનૈયાઓ ડીજેના તાલે મન મૂકીને નાચ્યાં હતા. ગામના જ એક મંદિરમાં તેમના લગ્ન થયા. આખું ગામ આ અનોખા લગ્નનું સાક્ષી બન્યું.






