સુરેન્દ્રનગર: ગૂંગળીયા ગામમાં ઘરમાં સૂતેલા 4 વર્ષના બાળકને સાપે ડંખ માર્યો, ઘરમાં જ મોત
સુરેન્દ્રનગરના ગૂંગળીયા ગામેથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સાપ કરડતા 4 વર્ષના બાળકનું મોત નીપજ્ય

સુરેન્દ્રનગરના ગૂંગળીયા ગામેથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સાપ કરડતા 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.બાળકની ઓળખ 4 વર્ષની થઈ છે. સહદેવ નામનો બાળક ઘરમાં સૂતો હતો ત્યારે તેને સાપ કરડ્યો હતો, ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બાળક ઘરમાં સૂતો હતો ત્યારે તેને સાપ કરડ્યો
હોસ્પિટલમાં ફરજ પર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. વ્હાલસોયાને ગુમાવ્યા બાદ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.




