મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMRELI / બગસરામાં બે સ્વામિનારાયણ સંતોએ 17 વર્ષીય છોકરાનું બ્રેઈનવોશ કરી ભગાડ્યાનો આરોપ

Amreli News : ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા સ્વામીનારાયણ ગુરુકુળના

AMRELI / બગસરામાં બે સ્વામિનારાયણ સંતોએ 17 વર્ષીય છોકરાનું બ્રેઈનવોશ કરી ભગાડ્યાનો આરોપ

Amreli News : ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા સ્વામીનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામીએ ગુરુકુળમાં અભ્યાસ કરતા એક કિશોરનું બ્રેઈનવોશ કર્યાના આરોપો લાગ્યાં હતા. કિશોરના વાલીઓનો આક્ષેપ હતો કે જનાર્દન સ્વામીએ તેમના સંતાનનું એ હદે બ્રેઈનવોશ કર્યું કે અભ્યાસ પૂરો થયા બાદ તેમનો પુત્ર ઘરે આવવા તૈયાર નથી. હવે આવો જ કિસ્સો અમરેલીના બગસરામાં પણ બન્યો છે, જેમાં  બે સ્વામિનારાયણ સંતો પર 17 વર્ષીય છોકરાનું બ્રેઈનવોશ કરી ભગાડ્યાના  આરોપ આરોપ લાગ્યાં છે. 

આ પણ વાંચો : સ્વામિનારાયણ સાધુએ કર્યું બ્રેઈનવોશ?, અભ્યાસ બાદ કિશોર ગુરુકુળમાંથી ઘરે આવવા તૈયાર નથી, કોલ રેકોર્ડમાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો : VIDEO : વડતાલના જગતપાવન સ્વામીએ યુવતી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, નોંધાઈ પોલીસ ફરિયાદ

બગસરાના બે સ્વામિનારાયણ સંતોએ બ્રેઈનવોશ કરી કિશોરએ ભગાડ્યાનો આરોપ

બગસરા સ્વામીનારાયણ મંદિરના ચૈતન્ય સ્વામી અને સદગુણ સ્વામી સામે 17 વર્ષીય કિશોરના માતા-પિતાએ આક્ષેપ કર્યા છે કે આ બંને સંતોએ સાધુ બનાવવાના ઇરાદે તેમના સંતાનનું બ્રેઈનવોશ કરી તેને ભગાડ્યો છે.  17 વર્ષના કિશોરને ઘરેથી ભગાડવા મુદ્દે  10 તેના  માતા-પિતાએ 10 એપ્રિલે પોલીસમાં અરજી કરેલી છે. 

આ સમાચાર શેર કરો