મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, આજે પણ છે રેડ એલર્ટ!

ગુજરાતમાં આ વખતે ચોમાસમાં મેઘાએ મન મૂકીને વરસવાનું શરું કર્યું છે અને અત્યારસુધી સરે

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, આજે પણ છે રેડ એલર્ટ!

ગુજરાતમાં આ વખતે ચોમાસમાં મેઘાએ મન મૂકીને વરસવાનું શરું કર્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80%  વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદથી જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82%  છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

સરદાર સરોવરમાં જળસ્તર વધીને 82% 

ગુજરાતમાં ગયા વર્ષે 23મી ઓગસ્ટ સુધી સિઝનનો સરેરાશ 26 ઈંચ સાથે 75%  વરસાદ વરસ્યો હતો. આ વખતે રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં સૌથી વધુ 83%, દક્ષિણ ગુજરાતમાં 81.66%, ઉત્તર ગુજરાતમાં 79.33 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના કેટલાક તાલુકાઓમાં વરસાદ 100%  વરસ્યો

ગુજરાતના 42 તાલુકા એવા છે, જ્યાં સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે. ઈંચની રીતે વલસાડનો કપરાડા તાલુકા 101.37 ઈંચ સાથે મોખરાના સ્થાને છે. આ સિવાય તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં 80 ઈંચથી વધુ મેઘમહેર થઈ ચૂકી છે. જો કે, હજુ પણ ગુજરાતના કેટલાક તાલુકા એવા છે જ્યાં 60 ટકાથી પણ ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા-હારીજ-શંખેશ્વર-સાંતલપુર-સમી-રાધનપુર, બનાસકાંઠાના સુઇગામ, અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના પોસિના, મહેસાણાના જોટાણા-કડી, અમદાવાદના ધોલેરા-સાણંદ, છોટા ઉદેપુરના ક્વાંટ-નસવાડી, પંચમહાલના ઘોઘંબા-હાલોલ-મોરવા હડફ, ખેડાના ઠાસરાનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે.

હાલ ગુજરાતના 59 જળાશયોમાં 100%, 71માં 70%થી 100%, 31 જળાશયોમાં 50%થી 70 ટકા, 26 જળાશયોમાં 25%થી 50% જ્યારે 19 જળાશયોમાં 25%થી ઓછું જળસ્તર છે. 

207 તાલુકામાં 4 ઈંચ સુધી વરસાદ

ગુજરાતના 207 તાલુકામાં શનિવારે 4.25 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.25, જૂનાગઢના ભેસાણમાં 4, વલસાડના પારડીમાં 3.54 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ વરસ્યો છે. આ સિવાય તાપીના વ્યારા-સોનગઢ,  નર્મદાના ગરૂડેશ્વર-નાંદોદમાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. 

આજે પણ વરસાદનું રેડ ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, 24 ઓગસ્ટ, રવિવારે ભારેથી અતિ ભારે વરસાદ માટે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ ઍલર્ટ જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો