ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી 75 હજાર ક્યુસેક પાણી છોડાયુ, સુરતમા તાપી નદી બે કાંઠે વહેતી થતા સર્જાયા નયનરમ્ય દ્રશ્યો
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશનો પર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશનો પર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો.આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી 75508 ક્યુસેક પાણી છોડવા માં આવ્યું હતું. ઉકાઈ ડેમની સપાટી શુક્રવારે સવારે રુલ લેવલ જેટલી જ એટલે કે 335 ફૂટ નોંધાઇ હતી. જ્યારે ડેમમાં 91396ક્યુસેક પાણીની આવક છે.
8 દરવાજા ખોલાયા
સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે. ઉકાઈ ડેમના 8 દરવાજા 4ફૂટ ખોલી 75508 ક્યુસેક પાણી ઉકાઈ ડેમ માંથી છોડાઇ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડતા માંડવી તાલુકા માં આવેલ કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફલૉ થયો છે. સુરત તાપી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ, જ્યારે હાલ ડેમ 5 ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઇ રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
સવારથી જ વરસાદને લઈ અનેક લોકો અટવાયા
શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે. શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઇ શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા.








