મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તથ્ય પટેલના જામીનને લગતી 8 જેટલી શરતો નક્કી, પરવાનગી વિના દેશ છોડવા પર પ્રતિબંધ

વર્ષ 2023 ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપી તથ્ય પટેલના જામીન મંજૂર કર્ય

વર્ષ 2023 ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપી તથ્ય પટેલના જામીન મંજૂર કર્યા છે, ત્યારે અમદાવાદની ટ્રાયલ કોર્ટે તથ્ય પટેલના જામીનને લગતી 8 જેટલી શરતો નક્કી કરી છે. જામીન મેળવવાની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

કોર્ટની મુખ્ય શરતોમાં તથ્ય પટેલ અદાલતની પરવાનગી વિના દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારનો ગુનો ફરી ન થાય તેની તકેદારી રાખવા અને સમયાન્તરે કોર્ટમાં હાજરી આપવાની શરત મૂકવામાં આવી છે. કોર્ટે જામીનની અન્ય શરતો પણ નક્કી કરી છે, જેનું કડક પાલન કરવું પડશે.

આ સમાચાર શેર કરો