મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી આફતને કારણે 758 લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં કુદરતી આફતથી 10 મહિનામાં 230 વ્યક્તિના મૃત્યુ થયા છે. &nb

Gujaratમાં છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી આફતને કારણે 758 લોકોએ જીવ ગુમાવ્યો

 ગુજરાતમાં કુદરતી આફતથી 10 મહિનામાં 230 વ્યક્તિના મૃત્યુ થયા છે.  જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી આફતનો ભોગ બનનારા ગુજરાતીઓના મોતનો આંકડો ચોંકાવનારો રહ્યો છે. જ્યારે 10 મહિનામાં કુદરતી આફતથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથા સ્થાને છે.

કુદરતી આફતથી સૌથી વઘુ મૃત્યુમાં હિમાચલ પ્રદેશ મોખરે જ્યારે ગુજરાત ચોથા સ્થાને

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 1 એપ્રિલ 2024થી 27 જાન્યુઆરી 2025 સુધી જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં હિમાચલ પ્રદેશ 408 સાથે મોખરે, મઘ્ય પ્રદેશ 373 સાથે બીજા, કેરળ 355 સાથે ત્રીજા, ગુજરાત ચોથા જ્યારે મહારાષ્ટ્ર 206 સાથે પાંચમાં સ્થાને છે.

આ સમયગાળામાં ગુજરાતમાંથી 7222 પશુએ જીવ ગુમાવ્યો છે જ્યારે 20741 ઘરને નુકસાન થયાનું સામે આવ્યું છે.  કુદરતી આફતથી ગુજરાતમાં 2020-21માં 215, 2021-22માં 67, 2022-23માં 10, 2023-24માં 236, 2024-25માં 230 એમ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 758 વ્યક્તિએ કુદરતી આફત સામે જીવ ગુમાવ્યો છે. 

ગુજરાતમાં કુદરતી આફતથી થયેલું નુકસાન

વર્ષ     માનવ મૃત્યુ     પશુ મૃત્યુ    ઘરને નુકસાન
2020-21       215       1019         7638
2021-22         67       8683         1,29,497
2022-23        10       120         1,470
2023-24        236       5148          30,718
2024-25        230        7222          20,741

આ સમાચાર શેર કરો