Ahmedabad news: 'હાઈ સિક્યુરિટી ઝોન' એરપોર્ટ પરથી 700 લિટર વિમાનના ફ્યુલની ચોરી, બે શખ્સોની પકડાયા
અમદાવાદ એરપોર્ટ પર વિમાનના ફ્યુલ ચોરીની ઘટના સામે આવી છે. બાતમીના આધારે પ

અમદાવાદ એરપોર્ટ પર વિમાનના ફ્યુલ ચોરીની ઘટના સામે આવી છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 700 લિટરથી વધુ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ સાથે બે આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
700 લિટરથી વધુ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ કરાયું જપ્ત
અમદાવાદમાં એલસીબીની ટીમે એરપોર્ટ પરથી એવિએશન ટર્બાઈન ફ્યુઅલની ચોરી ઝડપી છે. ઝોન-ચાર એલસીબીની ટીમે એરપોર્ટ કાર્ગોમાંથી વિમાન માટે વપરાતું એર ફ્યુઅલની ચોરી ઝડપી પાડી છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યાં હતા, જેમાં 700 લિટરથી વધુ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ ઝડપાયું છે. એરપોર્ટ જેવી ઉચ્ચ સુરક્ષા ધરાવતી જગ્યાએથી એર ફ્યુઅલની ચોરી થતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠ્યા છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં સંડોવાયેલા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે.




