મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં છેલ્લા ત્રણ દિવસમાં 7થી 12 ઈંચ વરસાદ, કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ

ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાચી ઠ

કચ્છમાં છેલ્લા ત્રણ દિવસમાં 7થી 12 ઈંચ વરસાદ, કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ

ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાચી ઠરતા કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી જનજીવન ખોરવાયું છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાહન વ્યવહારને અસર પહોંચી છે.

કંડલા બંદર પર સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ

કંડલા બંદર પર સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવવામાં આવ્યું છે. માંડવીમાં  સાડા બાર ઈંચ, નખત્રાણામાં અગિયાર, મુંદરા અને ભુજમાં સાડા છ, ભચાઉ સાડા પાંચ, રાપરમાં પાંચ, અબડાસામાં છ, અંજારમાં સાડા ચાર, લખપતમાં સવા ચાર અને ગાંધીધામમાં ચાર ઈંચ વરસાદ તા.25ની રાત્રિથી મંગળવારની સાંજના છ વાગ્યા સુધીમાં નોંધાયો છે.

છેલ્લા ત્રણ દિવસમાં 7થી 12 ઈંચ વરસાદ

કચ્છ જિલ્લામાં  છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ તાલુકામાં 4થી 12 ઈંચ વરસાદ વરસતા પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. પર મઘામાં મેઘો ઓળગોળ થયો છે. ''મઘા કે બરસે, માતૃ કે પરસે'' એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ બાળકોનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રમાં વરસાદ વરસેતો ધરતી માતાની પાણીની તરસ બુઝઈ જાય છે. પાક પણ ખૂબ જ સારો થાય છે. શ્રાવણમાં ફરીથી ચોમાસું જામ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

આ સમાચાર શેર કરો