મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha news: સાબર ડેરી પાસે છોટા હાથી પલટી જતા ધોળકા તાલુકાના 7 ભાવિકો ઈજાગ્રસ્ત

Sabarkantha news: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરની સાબ

Sabarkantha news: સાબર ડેરી પાસે છોટા હાથી પલટી જતા ધોળકા તાલુકાના 7 ભાવિકો ઈજાગ્રસ્ત

Sabarkantha news: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરની સાબર ડેરી પાસે એક અકસ્માતમાં 7 લોકોને ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ 7 લોકો ધોળકા તાલુકાના ઈશ્વરિયા ગામના હોવાનું સામે આવ્યું છે. 

મળતી માહિતી અનુસાર,  ચિલોડા-હિંમતનગર નેશનલ હાઈવે પર સાબર ડેરી બ્રિજ પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ધોળકા તાલુકાના ઉતરિયા ગામના શ્રદ્ધાળુઓ રણુજા દર્શનાર્થે ઉપડયા હતા ત્યારે રણુજા તરફ જતી છોટા હાથી ગાડી ઓવરબ્રિજ પર અચાનક જ પલટી ગઈ હતી ત્યારે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત મુસાફરોને ઈજાઓ થઈ હતી. આ તમામ મુસાફરોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યો હતા જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. 

આ સમાચાર શેર કરો