મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિંમતનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા અમદાવાદના 7 લોકોના મોત, એક ઘાયલ

સાબરકાંઠાના હિંમતનગરની સહકારી જીન પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો.શામળાજીથી કાર અમદાવાદ તરફ આ

હિંમતનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા અમદાવાદના 7 લોકોના મોત, એક ઘાયલ

સાબરકાંઠાના હિંમતનગરની સહકારી જીન પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો.શામળાજીથી કાર અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે  હિંમતનગર સહકારી જીન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે ટ્રેલર પાછળ કાર ધડાકભેર ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો

આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા 

આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા હતા અને એકની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી અને ધડાકાભેર ટ્રેલર સાથે ટક્કર થઈ હતી.

કારનો કચ્ચરઘાણ વળી ગયો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા કાપવા પડ્યા

 તમામ મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા. ફાયરના જવાનોએ મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા કાપવા પડ્યા હતા. ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટ માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો