ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 72 કલાકમાં હાર્ટએટેકથી 7 લોકોના મોત
ગુજરાતમાં હાર્ટ એટેક્નોથી મોત થવાની ઘટનાઓ શામવાનું નામ નથી લઈ રહી. જેમાં નાન

ગુજરાતમાં હાર્ટ એટેક્નોથી મોત થવાની ઘટનાઓ શામવાનું નામ નથી લઈ રહી. જેમાં નાની વાયના લોકોથી લઈને આધેઢ વયના લોકો સુધીના તમામ હાર્ટ એટેક્નો શિકાર થઈ રહ્યા છે. તેવી જ ચિંતાજનક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જેમાં છેલ્લા 72 કલાકમાં 7 લોકોના હાર્ટ એટેક્નોથી મોત થયા હતા.
કોરોના વાયરસ કરતાં ખતરનાક
હવે સરકાર આ બાબતને ગંભીરતાથી લે તો સારું. હાલ રાજ્યમાં દિવસે ને દિવસે લોકો જાહેરમાં હ્રદયના હુમલાથી ઢળી પડવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ કરતાં પણ હાર્ટ એટેક એક ગંભીર બાબત બનતી જઈ રહી છે.
72 કલાકમાં 7 લોકોના મોત
તેવામાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી છેલ્લા 72 કલાકમાં 6 પુરુષ અને 1 મહિલા પૈકી 7 લોકોના હાર્ટ એટેક્નોને કારણે મૃત્યુ નિપજ્યાં હતા. જેમાં કોઠારિયા, ગાંધીગ્રામ, શાપર વેરાવળ, વેલનાથપરા સહિતના વિસ્તારમાં હ્રદયહુમલાથી લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં મોટાભાગે 50થી 60 વર્ષીય લોકોનો સમાવેશ થાય છે.
હાર્ટ એટેક્નોથી મૃત્ય પામેલા મૃતકોના નામ:
- બિપીનભાઈ સિદ્ધપુરા - ઉંમર વર્ષ 52
- રિદ્ધિબેન ગંગલાણી - ઉંમર વર્ષ 51
- નારાયણભાઈ ઠુમ્મર - ઉંમર વર્ષ 53
- હરુભાઈ ભૂરીયા - ઉંમર વર્ષ 55
- શૈલેષભાઈ બારૈયા - ઉંમર વર્ષ 35
- બરકતભાઈ દોભાણી - ઉંમર વર્ષ 56
- રવીન્દ્રભાઇ બહેરા - ઉંમર વર્ષ 54








