મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં અકસ્માતની 4 ઘટનામાં 7 લોકોના મોત, 11થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેથળ

અવારનવાર આપણે અકસ્માતના સમાચાર વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાં ચાર અલગ અલગ સ્થાનો પર થયેલ અકસ્માતમાં કુલ 7

ગુજરાતમાં અકસ્માતની 4 ઘટનામાં 7 લોકોના મોત, 11થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેથળ

અવારનવાર આપણે અકસ્માતના સમાચાર વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાં ચાર અલગ અલગ સ્થાનો પર થયેલ અકસ્માતમાં કુલ 7 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે 11થી વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દાહોદમાં બે દિવસમાં બાઈક અકસ્માતમાં 7 લોકોના મોત

દાહોદમાં એક ગંભીર અકસ્માતે સ્વરુપ લીધુ હતું જેમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા તેમાં ત્રણ લોકોના મોત થયા હતા. હાદોહ જિલ્લાના લીમખેડાના માનલી ગામે ગઈ સાંજે બની હતી આ ગંભીર ઘટના જેમાં બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણના મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ લોકોના મોત થતા વિસ્તારમાં ગમ ગમગનીનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન: શાસ્ત્રી બ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું મોત

એવામાં ગઈકાલે 15 જાન્યુઆરીના રોજ દાહોદ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. ઝાલોદ RTO ચેકપોસ્ટ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યારે વેલપુરામાં બે બાઇક સામ સામે અથડાતા 4 લોકોના મોત થયા હતા.

ભાવનગરમાં ખેત મજૂર ભરેલ વાહન પલ્ટી ખાઈ જતાં ૧૦ને ઈજા 

ભાવનગર જિલ્લાના તળાજા નજીક ખેત મજુર ભરેલ વાહન પલ્ટી ખાઈ જતાં ૧૦ લોકોને ઈજા પહોંચી હતી. ભાવનગરમાં તળાજાના ટીમાણા અને ભેગાળી ગામના મળી ૨૩ જેટલા ખેત મજૂરો ભરેલી બોલેરોનો અકસ્માત સર્જાયો હતો. મજૂરી કામ કરી દિહોર તરફથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે સાંજે ફોર વહીલ વાહનનું આગળનું વહીલ નીકળી જતા વાહન પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ભેગાળી ગામના નવ અને એક ટીમાણા ગામના ખેત મજુર મહિલાઓ સહિત 10 લોકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તળાજા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો