સાબરકાંઠાની હોટલમાં ગેસનો બાટલો ફાટતાં 7 લોકો દાઝ્યા, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં
સાબરકાંઠાની એક હોટલમાંથી ગેસની બોટલ ફાટવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની બેગમ ફ્રાય હોટ

સાબરકાંઠાની એક હોટલમાંથી ગેસની બોટલ ફાટવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની બેગમ ફ્રાય હોટલમાં ગેસની બોટલ ફાટી હતી. હોટલમાં ધડાકાભેર બોટલ ફાટતા સાત લોકો દાઝ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
આ પણ વાંચો : તાપીની પ્રાથમિક શાળામાં બાળકોને ફુડ પોઈઝનિંગ મામલે તમામ વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ
આ તમામ સાત લોકોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોટલમાં અચાનક ગેસની બોટલનો બ્લાસ્ટ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
જો કે મામલાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






