મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના જાણીતા 7 રસ્તાઓને આઈકોનિક બનાવાશે, AMC 350 કરોડના ખર્ચે તૈયાર કરશે રોડ

અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન સુધીનારોડને આ

અમદાવાદના જાણીતા 7 રસ્તાઓને આઈકોનિક બનાવાશે, AMC 350 કરોડના ખર્ચે તૈયાર કરશે રોડ

 અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધીના રોડ ઉપરાંત આશ્રમરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન સુધીનારોડને આઈકોનિક બનાવાશે. શહેરમાં કુલ વીસ કિલોમીટરથી વધુ લંબાઈના સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે.રોડની હયાત પહોળાઈ મુજબ ઓનસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

સાત રોડને રૂપિયા 350 કરોડના ખર્ચે આઈકોનિક બનાવવામાં આવશે

નામ  લંબાઈ (મીટર)  પહોળાઈ (મીટર)
એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન 3250 30
નરોડા સ્મશાનથી દહેગામ સર્કલ   2700 60
શ્યામલથી એસ.જી.હાઈવે 3300 30
ઈસ્કોનથી પકવાન જંકશન 1470 12થી 28
વિસતથી તપોવન સર્કલ  2400 90થી 108
કેશવબાગથી પકવાન જંકશન 2370 30
આશ્રમરોડ 5115 30.5થી 39.65

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વર્ષ અગાઉ શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દિરા સર્કલ સુધીના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રીયા મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવી છે.

 જુદા જુદા સ્થળ ઉપર સર્વે કરાયા પછી ડીઝાઈન તૈયાર

હયાત રસ્તાને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવા જુદા જુદા સ્થળ ઉપર સર્વે કરાયા પછી ડીઝાઈન તૈયાર કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ સમાચાર શેર કરો