મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં ઉત્તરાયણ ધાબા પરથી પટકાવા સહિતના 68 કેસ નોધાયા, 108 એમ્બ્યુલન્સ સતત રહી દોડતી

ઉત્તરાયણનો તહેવાર લોકો માટે તકલીફોનો વરસાદ લઈને આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. નવસારી સિવિલમાં એક જ દિ

નવસારીમાં ઉત્તરાયણ ધાબા પરથી પટકાવા સહિતના 68 કેસ નોધાયા, 108 એમ્બ્યુલન્સ સતત રહી દોડતી

ઉત્તરાયણનો તહેવાર લોકો માટે તકલીફોનો વરસાદ લઈને આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. નવસારી સિવિલમાં એક જ દિવસમાં 68 કેસ નોંધાયા છે. મોટાભાગના પટકાયાના કેસ પૈકી એક દર્દીની સ્થિતિ ગંભીર થતા સુરત સિવિલ રિફર કરાયો હતો. ધારદાર દોરીથી ગળ્યું કપાયામાં ચીખલી અને બીલીમોરામાં એક એક કેસ નોંધાયો છે. 

આ પણ વાંચોઃ સુરતમાં રખડતાં શ્વાનોનો આતંક યથાવત, 9 વર્ષના રમતા બાળકને આખા શરીરે ભર્યા બચકાં

ઈમરજન્સી કેસમાં વધારો

નવસારી સિવિલ હોસ્પિટલમાં ઉતરાયણના દિવસે અકસ્માત તેમજ બાઈક સહિત ધાબા પરથી પટકાવવા સહિત કુલ 68 જેટલા કેસ ઈમરજન્સીમાં નોંધાયા હતા. જે પૈકી એક કેસમાં દર્દીની હાલત ગંભીર બનતા તેને સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. નવસારી સિવિલ હોસ્પિટલમાં દરરોજની સંખ્યા કરતાં ઉતરાયણના દિવસે ઈમરજન્સીની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો હતો. 

108 સતત દોડતી રહી

આ કેસ પૈકી મોટાભાગના દર્દીઓ બાઈક પરથી પટાયાના નોંધાયા છે. તેમની સારવાર નવસારી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. કેટલાક દર્દીઓને સારવાર પૂર્ણ થતા રાજા પણ આપવામાં આવી છે.108 ની વાત કરવામાં આવે તો જિલ્લામાં એક કેસ ચીખલી અને એક કેસ બીલીમોરામાં પતંગના દોરાથી ગળું કપાવવાનો નોંધાયો છે સાથે જ બે કેસ નવસારી શહેરમાં પડી જવાના 108 દ્વારા નોંધવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો