મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: એક જ દિવસમાં 60 હજાર લોકો ઉધના સ્ટેશન પહોંચ્યા, પરપ્રાંતિયો વતન જવા રવાના

સુરત શહેરમાં રહેતા લાખો પરપ્રાંતીય લોકો માટે દિવાળીનો તહેવાર, પવ

Surat news: એક જ દિવસમાં 60 હજાર લોકો ઉધના સ્ટેશન પહોંચ્યા, પરપ્રાંતિયો વતન જવા રવાના

સુરત શહેરમાં રહેતા લાખો પરપ્રાંતીય લોકો માટે દિવાળીનો તહેવાર, પવિત્ર છઠ્ઠ પૂજા અને ખાસ કરીને બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન એકસાથે વતન જવા માટે નીકળે છે.આ સમયે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જામવાની શક્યતા છે.આ સંભવિત ધસારાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ અને રેલવે પોલીસે ઊધના રેલવે સ્ટેશન પર કોઈ ભાગદોડની ઘટના ન બને તે માટે એલર્ટ જાહેર કરીને વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

એક જ દિવસમાં 60,000 લોકો ઉધના સ્ટેશન પહોંચ્યા

સામાન્ય રીતે દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન જ સુરતથી યુપી-બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો આવે છે. ગત વર્ષે માત્ર એક જ દિવસમાં 60,000 જેટલા લોકો ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા પરંતુ, આ વર્ષે તેમાં બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જોડાઈ છે, જેના કારણે મતદારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે. આ ટ્રિપલ ધસારાને કાબૂમાં લેવા માટે ક્રાઉડ મેનેજમેન્ટની ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો