મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં રાહુલ ગાંધીને સ્કેચ આપવાની 6 વર્ષીય યુગની ઈચ્છા પૂર્ણ થઈ, વિપક્ષ નેતાએ બાળકને આપી ચોકલેટ

વડોદરામાં રાહુલ ગાંધીનો બાળ ફેન આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રથમ ધોરણમાં અભ્યા

વડોદરામાં રાહુલ ગાંધીનો બાળ ફેન આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતો 6 વર્ષીય યુગ તિવારીએ રાહુલ ગાંધીનું સ્કેચ બનાવ્યું અને તેને રૂબરૂ આપી દેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સ્કેચ પર રાહુલ ગાંધીની નજર પડતા તેઓએ પોતાનો કાફલો રોકાવ્યો અને આ બાળ ફેનને મળી તેની કલાની પ્રશંસા કરી હતી. આમ યુગે બનાવેલા સ્કેચને રાહુલ ગાંધીને રૂબરૂ આપવાની ઈચ્છા પૂર્ણ થઇ હતી. રાહુલ ગાંધીએ સ્કેચ લીધા બાદ ફેન્સ યુગને ચોકલેટ આપી ખુશી વ્યક્ત કરી હતી. યુગ તિવારીએ જણાવ્યું કે તેને રાહુલ ગાંધી સારા લાગે છે અને તેઓ ભવિષ્યમાં લોકોના સપોર્ટથી પ્રધાનમંત્રી બનશે.

આ સમાચાર શેર કરો