મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાઘોડિયા તાલુકાના આલમગઢના તળાવમાં ન્હાવા પડેલા 4માંથી બે યુવાનો લાપતા થયા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામમાંથી ખાસ અહેવાલ સા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ગામના ચાર યુવાનો સ્થાનિક તળાવમાં ન્હાવા પડ્યા હતા, જે દરમિયાન ચારેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી બે યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ આબાદ બચાવ કરી બહાર નીકળી ગયા હતા, પરંતુ અન્ય બે યુવાનો ઊંડા પાણીમાં લાપતા થયા છે.લાપતા થયેલા યુવાનોની ઓળખ અમિત સુરેશભાઈ તડવી અને શૈલેશ રમણભાઈ સોલંકી તરીકે થઈ છે. ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.  

આ સમાચાર શેર કરો