મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણાના વિજાપુરમાં 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિ

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણાના વિજાપુરમાં 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણાના વિજાપુરમાં 4 કલાકમાં જ 8 ઇંચથી વરસાદ ખાબક્યો છે.

વિજાપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

મહેસાણાના વિજાપુરમાં ચારકલાકમાં જ 8 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વિજાપુર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી હતી. શહેરનાં સરદાર પટેલ સ્ટેચ્યુથી ટી બી રોડ વિસનગર રોડ ખત્રિકુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા હતા.

મહેસાણામાં પણ ધીમીધારે વરસાદ શરૂ છે. મોડે મોડે પણ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. લાંબા સમય પછી વરસાદ વરસતા કપાસ, એરંડા સહિતના પાકને જીવનદાન મળ્યું હતું. મહેસાણા જિલ્લાના કડી, મહેસાણા, બહુચરાજી, ઊંઝા સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

સાબરકાંઠામાં ક્યા કેટલો વરસાદ

સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠામાં હિંમતનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં 77 mm, પોશીનામાં 75 mm, તલોદમાં 58 mm, પ્રાંતિજમાં 43 mm, ખેડબ્રહ્મામાં 23 mm, ઇડરમાં 19 mm, વિજનયગરમાં 17 mm, વડાલીમાં 6 mm વરસાદ નોંધાયો હતો.

અરવલ્લીમાં વરસાદને કારણે માઝમ-વાત્રક નદીમાં આવ્યા નવા નીર

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા હતા. મોડાસાની માઝમ અને વાત્રક નદીમાં નવા નીર આવ્યા હતા. મોડાસા, મેઘરજ અને માલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નદીમાં નવા નીર આવતા ડેમના જળજથ્થામાં વધારો થયો હતો. માઝમ ડેમમાં 2600 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. વાત્રક ડેમમાં સાડા ચારસો ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. મેશ્વો ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો હતો.

બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ

બનાસકાંઠાના પાલનપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડગામ, પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા,અંબાજી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. પાલનપુર શહેરની વાત કરવામાં આવે તો ગઠામણ ગેટ, કીર્તિ સ્તંભ, અંબાજી હાઇવે, ધણીયાના ચોકડી પર વરસાદને કારણે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. 

ગુજરાતના 153 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ 

 

આ સમાચાર શેર કરો