મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana news: રિક્ષાચાલક પર જીવલેણ હુમલાના બનાવમાં 6 આરોપીઓને 10 વર્ષની સજા

મહેસાણા જિલ્લાના કડીમાં છ વર્ષ અગાઉ થયેલા એક યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં મહ

Mehsana news: રિક્ષાચાલક પર જીવલેણ હુમલાના બનાવમાં 6 આરોપીઓને 10 વર્ષની સજા

મહેસાણા જિલ્લાના કડીમાં છ વર્ષ અગાઉ થયેલા એક યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં મહેસાણા સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતાને જોઈ 6 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. 

આરોપીઓએ રિક્ષાચાલક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો

પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2019માં કડી હાઇવે ત્રણ રસ્તા ઉપર 6 જેટલા ઇસમોએ તલવાર અને અન્ય ઘાતક હથિયારો સાથે રિક્ષાચાલક આસિફ ખોખર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને આ હુમલાની પોલીસે ફરિયાદ નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ અંગેનો કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલએ 30 પુરાવા રજૂ કર્યા અને 20 સાક્ષી તપાસ્યા હતા અને આ જીવલેણ હુમલામાં સામેલ કુલ 6 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે.  

આ સમાચાર શેર કરો