મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હજુ પણ ઝડપાઈ રહી છે 2016માં રદ્દ થયેલી 500 અને હજારના દરની નોટ, સુરતથી 75 લાખની કરન્સી સાથે 4 દબોચાયા

નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2016માં રદ્દ કરેલી 500 અને હજારના દરની નોટ આરબીઆઈ પાસે 100ટકાથી વધુ આવી

હજુ પણ ઝડપાઈ રહી છે 2016માં રદ્દ થયેલી 500 અને હજારના દરની નોટ, સુરતથી 75 લાખની કરન્સી સાથે 4 દબોચાયા

નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2016માં રદ્દ કરેલી 500 અને હજારના દરની નોટ આરબીઆઈ પાસે 100ટકાથી વધુ આવી ગઈ છે. તેમ છતાં હજુ પણ આ રદ્દ થયેલી ચલણી નોટનું ભૂત ધુણી રહ્યું છે. હજુ પણ આ રદ્દ થયેલી નોટ મળી રહી છે. સુરતના ડુમસ ખાતેથી 75 લાખની નોટ સાથે 4 લોકોને દબોચી લેવામાં આવ્યાં છે.

ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીમપોર ગામના બાવળ ફળિયામાં રેડ કરવામાં આવી હતી. જ્યાં ચાર ઈસમો પાસેથી ભારત સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલી 500ના દરની 14 હજાર નોટ જેની કિંમત 70 લાખ અને 1000ના દરની 500 નોટ જેની કિંમત 5 લાખ મળી કુલ 14,500 નોટ જેની કિંમત 75 લાખ થાય છે. તેને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોકરી દલાલી કરનારા 4 ઝડપાયા

નરેશ રણછોડ પટેલ
વિનીત રજનીકાંત દેસાઈ
મોહમંદ સાદિક મોહમંદ સફી શેખ
મનિશકુમાર મારકન્ડેયસિંહ રાજપૂત

આ સમાચાર શેર કરો