મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BOTAD / લાઠીદડમાં ખનીજ વિભાગે દરોડા પાડી બુલ્ડોઝર સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Botad News : બોટાદ ખનીજ વિભાગે લાઠીદડ ગામે દરોડા પાડી કડક કાર્યવાહ

BOTAD / લાઠીદડમાં ખનીજ વિભાગે દરોડા પાડી બુલ્ડોઝર સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Botad News : બોટાદ ખનીજ વિભાગે લાઠીદડ ગામે  દરોડા પાડી  કડક કાર્યવાહી હાથ ધરી છે. લાઠીદડ ગામના સજેલી વજેલી રોડપર સરકારી પડતર જમીનમાં ખનીજ ચોરી થતી હોવાનું જાણવા મળ્યું હતું.  સરકારી પડતર જમીનમાંથી બુલ્ડોઝર મશીનથી ખોદકામ કરી ટ્રક દ્વારા ખનીજ ચોરી થતી હતી. બોટાદ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી જેસીબી મશીન સહિત કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ  જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે સજેલી વજેલી રોડ પર ગેરકાયદે સરકારી જગ્યાનો ઉપયોગ કરી ખનિજ ચોરી થવાની ઘટનાની જાણ થતા ખનીજ વિભાગના અધિકારીઓ પોલીસ કાફલા સાથે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન હાજર બુલ્ડોઝર મશીન સહિતનો મુદ્દામાલ અંદાજિત 50 લાખ રૂપિયા ને સિઝ કરી કાયદેસરની કરવી હતી. 

રેડ દરમિયાન ટ્રક નંબર GJ-05 BU 4173ના ચાલકે ખનીજ અધિકારીઓ સાથે માથાકૂટ કરી થયો ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બોટાદ ખનીજ વિભાગ દ્વારા ફરાર ટ્રકચાલક વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે ફરજમાં રૂકાવટની નોંધાવી ફરીયાદ દાખલ કરી હતી.

આ સમાચાર શેર કરો