મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

50 લાખના મામલે યુવાનને માર માર્યો અને છરીની અણીએ કર્યું અપહરણ, વાંકાનેર હાઈવે પર તરછોડી દીધો

સાયલામાં રૂપિયાની લેતીદેતી બાબતે વિવેક ઉફે લક્કી માણેક નામના યુવાનનું અપહરણ કરવામાં આવ્યું. જેને ૩૫લાખ

50 લાખના મામલે યુવાનને માર માર્યો અને છરીની અણીએ કર્યું અપહરણ, વાંકાનેર હાઈવે પર તરછોડી દીધો

સાયલામાં રૂપિયાની લેતીદેતી બાબતે વિવેક ઉફે લક્કી માણેક નામના યુવાનનું અપહરણ કરવામાં આવ્યું. જેને ૩૫લાખ રૂપિયા 2 ટકા લેખે વ્યાજે આપી રૂપિયા 50લાખ આપવા પઠાણી ઉઘરાણી ધમકીઓ આપવામાં આવતી હતી.તેમજ જો રાજકોટમાં ધંધો કરવો હોય તો અલગથી બીજા 50 લાખ આપવા પડશે જેવી ખંડણી માંગવામાં આવતી હતી.

વિવેક ઉફે લક્કી માણેકને માર માર્યો

ચાર આરોપીઓ કારમાં આવીને સાયલાના જસાપર ચોકડી પાસે વિવેક ઉફે લક્કી માણેકને માર માર્યો તથા ગળાના ભાગે છરી રાખીને વિવેકનું બેંક એટીએમ પણ લઈ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ અપહરણકારોએ તેને ચોટીલા બાજુ તેમજ ત્યાંથી અન્ય ગાડીમાં બેસાડી વાંકાનેર તરફ લઈ જઈ એક હોટલના ગ્રાઉન્ડ પર માર મારી ઉતારી દીધો હતો.

વાંકાનેર તરફ લઈ જઈ એક હોટલના ગ્રાઉન્ડ માર મારી ઉતારી દીધો

આ બાબતની જાણ વિવેકના મિત્રએ સાયલા પોલીસને જાણ કરતા આરોપીને ઝડપવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવા આવી હતી.

આ સમાચાર શેર કરો