કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત
કચ્છના કંડલાની જાણિતી એગ્રો ટેક કંપની વિવાદમાં આવી છે. કંપનીમાં ગત રાત્રીના 12.30 કલાકે મોટી દુર્ઘટના સર્જાઈ

કચ્છના કંડલાની જાણિતી એગ્રો ટેક કંપની વિવાદમાં આવી છે. કંપનીમાં ગત રાત્રીના 12.30 કલાકે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે કંપનીની વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત નિપજ્યા હતા. કચ્છના ફેક્ટરી ઈન્સપેક્ટરની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. કંપનીની ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકો માટે કોઈ સેફ્ટી હતી કે નહીં તે પણ સવાલ ઉઠ્યા છે.
શરૂઆતમાં બે લોકોને ગૂંગળામણ થઈ
ટેન્કમાં અચાનક ઝેરી ગેસ ઉત્પન્ન થયો હતો. શરૂઆતમાં બે હેલ્પરો ઉતર્યા હતા, બન્ને જણા અચાનક ગૂંગળામણ અનુભવી રહ્યા હતા, ત્યાર બાદ બાજુમાં ઉભા રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એક ટેન્કમાં કૂદકો માર્યો.
એક પછી એક પાંચેયના મોત ટેન્કમાં થયા
જોતજોતામાં ટેન્કમાં ગયેલાં તમામ લોકો ગેસ ગળતરના કારણે ટેન્કમાં જ મૃત્યુ પામ્યા હતાં. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ, તમામ મૃતકોના ઘરે શોકનો માહોલ સર્જાયો છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.






