Surendranagar news: ભાંગનો નશો કર્યા બાદ 5 લોકોની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
સુરેન્દ્રનગરમાં શિવરાત્રીના પર્વમાં ભાંગનો નશો કર્યા બાદ 5 લોકોની તબિયત લથડતા તેમણે તાત્કાલિક સારવાર

સુરેન્દ્રનગરમાં શિવરાત્રીના પર્વમાં ભાંગનો નશો કર્યા બાદ 5 લોકોની તબિયત લથડતા તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે. મહિલાઓને પણ ભાંગનો નશો થતાં તેમને પણ અશક્તિ અને ચક્કર આવતા હતા. બનાવ બાદ ઘટનાસ્થળે અફરા તફરી જેવો માહોલ સર્જાયો હતો.
ભાંગનો નશો કરેલા લોકો સતત હસવા લાગ્યા
સુરેન્દ્રનગરમાં મહાશિવરાત્રિના પર્વ પર ભાંગનો નશો કર્યા બાદ પાંચ લોકોની તબિયત લથડી છે. જેમને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર આપવી પડી છે. કેટલીક મહિલાઓ સહિત પાંચ લોકોને ભાંગ ચડી ગઈ હતી. ભાંગનો નશો કરેલા લોકો સતત હસવા લાગ્યા હતા તેમજ તેઓને અશક્તિ લાગતાં ચક્કર આવતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.




