મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લાઠી તાલુકાના આંબરડી ગામે ખેત મજુરો પર વીજળી પડતા 5 લોકોના મોત

અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે ખેત મજુરો પર વીજળી પડી હતી. લાઠી ત

લાઠી તાલુકાના આંબરડી ગામે ખેત મજુરો પર વીજળી પડતા 5 લોકોના મોત

અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે ખેત મજુરો પર વીજળી પડી હતી. લાઠી તાલુકાના આંબરડી ગામના દેવીપૂજક પરીવાર પર આંભ ફાટયુ છે.

અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી ખેત મજુરો પડતા 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ લોકો દુર્ઘટનાથી ઘબરાઇ જતા સારવાર અર્થે ઢંસા ખસેડાયા છે. આંબરડી ગામે કપાસની ખેતરથી પરત ફરી રહ્યા હતા ત્યારે વીજળી પડતા 5 મજૂરોના મોત થયા છે. 

દેવીપૂજક પરિવારના 5 સભ્યો લાઠી તાલુકાના આંબરડી ગામમાં ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક વાદળો ઘેરાઈને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. આથી દેવીપૂજક પરિવારના 8 સભ્યો ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વીજળી પડતાં 4 બાળકો અને 1 યુવતી સહિત એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલીની હોસ્પિટલ તેમજ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતકોની ઓળખ ભારતીબેન સાંથળીયા (35), શિલ્પા સાંથળીયા (18), રુપાલી વણોદીયા (18),રિદ્ધી સાંથળીયા (5) અને રાધે સાંથળીયા (5) તરીકે થઈ છે. હાલ તો એકસાથે 5 લોકોના અકાળે મોતથી આંબરડી ગામમાં અરેરાટી ફેલાઈ છે.

આ સમાચાર શેર કરો