સુરેન્દ્રનગર જિલ્લામાં 3 વર્ષમાં મોટી 5 છેતરપિંડીની ઘટનાઓ, સંખ્યાબંધ લોકોના કરોડો ડૂબ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં લોભામણી સ્કીમોમાં સંખ્યાબંધ લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાનું સામે આવ્યું છે

સુરેન્દ્રનગર જિલ્લામાં લોભામણી સ્કીમોમાં સંખ્યાબંધ લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં મોટી 5 છેતરપિંડીની ઘટનાઓ ઘટના બની છે, તો ન્યાય માટે પીડિતો વલખા મારી રહ્યા છે.
વર્ષ 2022માં શક્તિશુક્ર નામની ફ્લેટની સ્કીમ
વર્ષ 2022માં શક્તિશુક્ર નામની ફ્લેટની સ્કીમ મૂકી કરોડોનો ચૂનો લગાવી કોન્ટ્રાક્ટર ફરાર થયો હતો જેની આજ દિન સુધી પોલીસ ફરિયાદ પણ દાખલ નથી થઈ.
પલ્સ કંપની દ્વારા એક કા ડબલ સ્કીમ
પલ્સ કંપની દ્વારા એક કા ડબલ સ્કીમ મૂકી નાના વર્ગના લોકોના કોરોડો રૂપિયા ચાવ કરી નાખવામાં આવ્યા તે બાબતે પણ કોઈ તપાસ નથી થઈ.
આ પણ વાંચો: સરદારધામ બબાલ: P.I.પાદરીયાએ જયંતિ સરધારા સામે નોંધાવી ફરિયાદ, બન્ને વચ્ચે વિવાદ વકર્યો
વર્ષ 2023માં જોરાવરનગરમાં સ્કોલરશીપ કૌભાંડ
વર્ષ 2023માં જોરાવરનગરમાં સ્કોલરશીપ કૌભાંડ - હજારો વિદ્યાર્થીઓના ખોટા આધારકાર્ડ અને ટ્રસ્ટ ઉભા કરી સરકાર સાથે છેતરપીંડીની ઘટના સામે આવી છે..ચોટીલા જિન દ્વારા ખેડૂતોના કપાસ ખરીદી બાદ છેતરપીંડી કરી લેવા આવી આજ દિન સુધી ખેડૂતોના અટકાયેલા રૂપિયા પરત જ નથી મળ્યા. મેથાણમાં પણ મકાન આપવાની લાલચે છેતરપિંડી આચરવામા આવી.






