અમદાવાદ ખ્યાતિકાંડના 5 આરોપીની ધરપકડ, જાણો ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે પકડ્યા
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને ઝડપ્યા છે.અમદાવાદ ક્રાઇમ

અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીને ઝડપ્યા છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ખ્યાતિકાંડના આરોપી ઝડપાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપુત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપી એક જ ફાર્મ હાઉસમાં રોકાયા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીઓને ઝડપ્યા
ક્રાઇમ બ્રાન્ચને ખાસ ગુપ્ત માહિતી મળી હતી કે આરોપીઓએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો છે અને તેઓ નવા મોબાઇલ વડે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા ત્યારે બે આરોપીઓની ઉદયપુર અને એક આરોપીની ખેડાથી ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો: અમદાવાદના ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથની ઘટના, મેડિકલ માટે લઈ જતા સમયે યુવાન ઢળી પડ્યો
આ કેસના આરોપી રાહુલ જૈન અને મિલિંદને ઉદયપુરથી દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે ચિરાગ રાજપૂત નામના આરોપીને ખેડાથી પકડી પાડવામાં આવ્યો છે. ચિરાગ રાજપૂત હોસ્પિટલના સીઇઓ છે. આ ઉપરાંત પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટની ધરપકડ કરી છે. એમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.






