UPથી હથિયાર ખરીદી ઓરિસ્સામાં હત્યા કરે તે પહેલા 5 આરોપી ગુજરાતમાંથી ઝડપાયા
Surat News: ઓલપાડ પોલીસે આંતરરાજ્ય હથિયારોની આપ-લે કરતી ગેંગને દબોચી લીધી છે. પોલીસ સમક્ષ આરોપીની ચોકાવનારી કબૂલ

Surat News: ઓલપાડ પોલીસે આંતરરાજ્ય હથિયારોની આપ-લે કરતી ગેંગને દબોચી લીધી છે. પોલીસ સમક્ષ આરોપીની ચોકાવનારી કબૂલાત થઈ છે. ઓરિસ્સામાં પિતાના ખાસ મિત્રની અજાણ્યા ઈસમોએ હત્યા કરી અને આજ આઘાતમાં પિતા એ આપઘાત કરી લેતા યુવાને બે મોતનો બદલો લેવા યુપીના મેરઠથી બે દેશી કટ્ટા ખરીદયા પરંતુ ઓરિસ્સામાં હત્યાને અંજામ આપે તે પહેલા ગુજરાત પોલીસના હાથે પાંચ ઝડપાયા છે.
ધરપકડ કરાયેલ યુવાનો ગુજરાતમાં રોજગારની શોધમાં આવ્યા હતા પણ પોલીસના હાથે પકડાયેલા પાંચ આરોપી પેક્કી કાનુચરણ કાલુચરણ પરીદાના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. તે બદલાની આગમાં રાત રાત જાગતો રહેતો કેમકે તેણે પિતાના મિત્રની હત્યાનો બદલો લેવો હતો. માત્ર પિતાના મિત્રની હત્યા નહીં પણ મિત્રની હત્યાના વિયોગમાં પિતાએ આપઘાત કરી લીધો હતો અને હત્યારા ઓરિસ્સામાં ખુલ્લેઆમ ફરી રહ્યા હતા.
પિતાના મિત્રની હત્યા અને પિતાના આપઘાતનું કારણ બનેલા હત્યારાઓને મારવા માટે કાનુચરણે મિત્રોની મદદથી ઉત્તર પ્રદેશના મેરઠથી બે દેશી કટ્ટા ખરીદયા હતા અને આ દેશી કટ્ટા લઇ તે ગુજરાત આવી ગયા હતા. પરંતુ બદલાની આગમાં ઓરિસ્સામાં હત્યાનો બદલો લે તે પહેલા ઓલપાડ પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે તેમને ઝડપી પાડ્યા. અને તેમની પાસેથી બે દેશી કટ્ટા અને બે બાઈક, પાંચ મોબાઈલ કબ્જે લઇ પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ કરતાં આરોપીએ ચોકાવનારી કબૂલાત કરી હતી.
ઓલપાડ પોલીસે કાનુચરણ પરિદા, બલરામ મહંત શાહુ,બલરામ ભગવાન શાહુ, અનુજ કુમાર પ્રસાદ, સચિન વાગલેકરને ઝડપી પાડ્યા હતા. આ પાંચ આરોપી પૈકી અનુજ અને સચિન વિરુદ્ધ આર્મ એકટનો ગુનો નોંધાયો છે. ઓલપાડ પોલીસના ગળે વાત ના ઉતરતા પોલીસે આકરી પૂછપરછ કરતા કાનુચરણ પરીદા એ કબૂલાત કરી કે, ઓરિસ્સામાં પિતાના મિત્રની હત્યા કરવામાં આવી હતી. અને આ આઘાતમાં તેના પિતા એ પણ ઝેરી દવા ખાઈ આપઘાત કરી લેતા આરોપીના મનમાં બદલાની ભાવના હતી માટે હથિયાર ખરીદયા હતા.






