સુરતમાં IRCTCની સાઇટ હેક કરી આ રીતે થતી તત્કાલ ઈ-ટિકિટો બૂક, 4.50 કરોડના કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં IRCTCની સાઇટ હેક કરી તત્કાલ ઈ-ટિકિટો બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. જ

સુરતમાં IRCTCની સાઇટ હેક કરી તત્કાલ ઈ-ટિકિટો બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં 4.50 કરોડનું કૌભાંડ પકડાયું છે. વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. ઉમરા પોલીસે 55 વર્ષીય એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને 25 વર્ષીય કૃપા દિનેશ પટેલ ની ધરપકડ કરી છે. કૃપા 3 મહિનાથી નોકરી કરતી હતી અને 10 હજારનો પગાર હતો. સિટીલાઇટનો એજન્ટ પાયરેટેડ સોફ્ટવેરથી પેમેન્ટ ગેટ-વે હેક કરી ટિકિટ બુક કરતો હતો.
ગદ્દર અને નેક્સથી ટ્રેનની ટિકિટો બૂક થતી
મુંબઈ વિજિલન્સે રેડ પાડી હતી. જેમાં IRCTCની વેબસાઇટ હેક કરી પાઇરેટેડ સોફટવેર ગદ્દર અને નેક્સથી ટ્રેનની તત્કાલ ઈ-ટિકિટો બુક કરતો હતો. આ એજન્ટ ઘરે લેપટોપથી ટિકિટ ઓનલાઇન બનાવતો હતો. તેને પકડવા વિજિલન્સના સ્ટાફે તત્કાલ ટિકિટના સમયે સિટીલાઇટ મેઘ સમરન એપાર્ટમેન્ટમાં તેના ફલેટમાં સર્વે કરવાના બહાને છાપો માર્યો હતો. બેડરૂમમાં તપાસ કરી તો એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સાથે એક મહિલા પણ સામેલ હતી.
પેમેન્ટ ઓનલાઈન લેતો
એજન્ટ રાજેશ મિત્તલ વેસુમાં રહે છે અને સિટીલાઇટના ફલેટમાં રેલવેની ટિકિટ લેપટોપ પર બનાવતો હતો. તેના 6 લેપટોપમાંથી 973 IRCTCના આઈડી-પાસવર્ડ મળી આવ્યા હતા. આ આઇડી 20 રૂપિયામાં તેણે ખરીદી કર્યા હતા.એજન્ટ પાસેથી રૂ.1.51 લાખની 54 તત્કાલ ટિકિટ મળી આવી જેને રેલવેએ બ્લોક કરી છે. મે અને જૂનમાં 14.66 લાખની 598 તત્કાલ ટિકિટો બનાવી હતી. 4 ઈ-મેલથી યાત્રીઓને ટિકિટ મોકલતો હતો અને પેમેન્ટ ઓનલાઇન લેતો હતો.








