Chhota Udepur news: MGVCLની 40 ટીમોના સમગ્ર શહેરમાં દરોડા, વીજ ચોરીઓ ઝડપાઈ
ગુજરાતના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે છોટાઉદ

ગુજરાતના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે છોટાઉદેપુર નગરમાં MGVCLની વિજિલન્સ ટીમે વીજ ચોરી પકડવા માટે મેગા સર્વે હાથ ધર્યો હતો. વીજ ચોરીના વ્યાપક પ્રમાણને ધ્યાને લેતાં ૪૦થી વધુ ટીમોના અધિકારીઓ દ્વારા શહેરભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
વિજિલન્સ ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ
વિજિલન્સ ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી. સર્વે ટીમો દ્વારા ઘરે ઘરે જઈને વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરોડામાં મોટા પાયે વીજ ચોરી પકડાઈ હોવાની માહિતી મળી રહી છે.




