મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: સરખેજના શકરી તળાવમાં 4 યુવકો ડૂબ્યાં; બેના મોત

અમદાવાદમાં મોટી ઘટના સામે આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં 4 યુવકો ડૂબ્યા હોવાની

Ahmedabad news: સરખેજના શકરી તળાવમાં 4 યુવકો ડૂબ્યાં; બેના મોત

અમદાવાદમાં મોટી ઘટના સામે આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં 4 યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલ ફાયર વિભાગ દ્વારા 2 યુવકોના મૃતદેહ બહાર કઢાયા છે. એક યુવકને બચાવી લેવાયો છે, જયારે લાપતા યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. 

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સાંજે 5.45 વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાનો ફોન આવ્યો હતો. બોટથી સજ્જ બે બચાવ વાહનો તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણથી ચાર યુવકો તળાવમાં ડૂબી ગયા હતા. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે, એક યુવકને બચાવી લેવાયો છે, જયારે લાપતા યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. આ યુવકો નાવડી લઈ તળાવમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે. 

આ સમાચાર શેર કરો