VIDEO: માંગરોળમાં પોલીસ સ્ટેશનમાં આગ લાગતાં 4 વાહનો બળીને ખાખ
માંગરોળના કોસંબા ખાતે પોલીસ સ્ટેશનમાં આગ લાગી હતી. કોસંબા પોલીસ સ્ટેશની બાજુમાં મૂકેલા વાહનોમાં અચાનક
માંગરોળના કોસંબા ખાતે પોલીસ સ્ટેશનમાં આગ લાગી હતી. કોસંબા પોલીસ સ્ટેશની બાજુમાં મૂકેલા વાહનોમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. પોલીસ દ્વારા જપ્ત કરાયેલ વાહનોમાં આગ લાગતા ચાર વાહનો બળીને ખાખ થવા પામ્યા હતા. વિદેશી દારૂ તેમજ ગેરકાયદેસર કેમિકલના કેસમાં ઝડપાયેલા વાહનો ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવતા હતા. આગના બનાવનો જાણ થતાં પીજીપી ગ્લાસ, તરસાડી નગરપાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો હતો. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ પણ અકબંધ છે.




