મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ડફનાળા પાસે બેફામ દોડતી કારે રીક્ષાને મારી ટક્કર, દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ

અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ રોડ પર ડફનાળા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હ

Ahmedabad news: ડફનાળા પાસે બેફામ દોડતી કારે રીક્ષાને મારી ટક્કર, દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ

અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ રોડ પર ડફનાળા ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક રિક્ષાચાલક સહિત ચાર શખ્સ ઈજાગ્રસ્ત થયા હતાં.  ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. 

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારે એરપોર્ટ પર ડફનાળા જંક્શન નજીક પૂરપાટ ઝડપે કાર ચાલી રહી હતી, ત્યારે અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર રોડ ડિવાઇડર કૂદીને ઓટોરિક્ષા સાથે અથડાઈ હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે, કાર પલટી ગઈ અને તેનું એન્જિન ફાટી ગયું

ટક્કર એટલી ભયાનક હતી કે, કાર પલટી ગઈ અને તેનું એન્જિન ફાટી ગયું અને બાદમાં કારમાં આગ પણ લાગી ગઈ હતી. ત્રણ મુસાફરો પાર્થ મેવાડા, યશ અમીન અને અમિત ભરવાડ નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં હજુ એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. ચારેય હાલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. 

આ સમાચાર શેર કરો