SURAT : ડાયમંડ સીટી બન્યું ક્રાઈમ સીટી, 24 કલાકમાં હત્યાના 4 બનાવો
Surat News : ડાયમંડ સીટી સુરત ક્રાઈમ સીટી બન્યું છે. સુરતમાં ગુનાખોરી સતત વધી રહી છે. હવે હત્યાની ઘટનાઓ પણ વધી

Surat News : ડાયમંડ સીટી સુરત ક્રાઈમ સીટી બન્યું છે. સુરતમાં ગુનાખોરી સતત વધી રહી છે. હવે હત્યાની ઘટનાઓ પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં હત્યાના 4 બનાવો બન્યા છે, જેમાં એકે ડબલ મર્ડર છે. તો આજે પણ એક હત્યા થઇ છે.
ઉધનામાં યુવકની હત્યા
સુરતના ઉધનામાંફરી એકવાર હત્યાની ઘટના ઘટી છે. પ્રભુનગર સોસાયટી નજીક હત્યાનો બનાવ બન્યો છે. રઘુ પાત્રા નામના હત્યારા યુવકે તેના સગા ભાઈ રવિ ગોપાલ નામના યુવકની હત્યા કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રઘુ અગાઉ પોતાની પત્નીની હત્યામાં પણ સામેલ હતો. હાલ આ હત્યા નું કારણ કોઈ અંગત હોય શકે છે.
ખટોદરા વિસ્તારમાં ડબલ મર્ડર
સુરતના ખટોદરા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના ઘટી છે, જેમાં જેલમાંથી પેરોલ પર છૂટેલા મુકેશ રાઠોડ નામના યુવકે પોતાની પત્ની શારદા રાઠોડ અને તેના પ્રેમી તેમજ પોતાના મિત્ર અર્જુન નામના યુવકની હત્યા કરી નાખી છે.
મુકેશ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. પેરોલ પર છૂટી મોડી રાત્રે ઘરે આવતા પોતાની પત્ની અને તેના પ્રેમી પોતાના મિત્રને કઢંગી હાલતમાં જોઈ આવેશમાં આવી બંનેની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા મુકેશ રાઠોડની અટકાયત કરી છે.
ઉધનામાં પતિએ કરી પત્નીની હત્યા
ઉધના વિસ્તારમાં પતિએ પત્ની જ હત્યા કરી નાખી છે. પોલીસે હત્યારા પતિની અટકાયત કરી છે. ઉધના વિસ્તારમાં સ્થિત લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં જ એક પતિએ જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી છે. ઘરકંકાસના કારણે પતિએ હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યારા પતિની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.








