મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોમાસું જામ્યું: રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન બે અઠવાડિયા જ અગાઉ થયું હતું, પરંતુ સાનૂકૂળ ગતિ નહીં મળવાને કારણે ચોમાસાનું પ્રભુત્વ

ચોમાસું જામ્યું: રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન બે અઠવાડિયા જ અગાઉ થયું હતું, પરંતુ સાનૂકૂળ ગતિ નહીં મળવાને કારણે ચોમાસાનું પ્રભુત્વ જોવા મળ્યું નહોતું. જૂનાગઢ જિલ્લામાં આખરે લાંબો સમય રાહ જોવડાવ્યા પછી મેઘરાજાની પધરામણી થઈ હતી.

મેંદરડામાં ચાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ

ગત રોજ મેંદરડામાં ચાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે જૂનાગઢ અને વંથલી પંથકમાં અઢી ઈંચ વરસાદ થયો હતો. વિસાવદરમાં બે ઈંચ, માળિયા હાટીનામાં દોઢ ઈંચ, કેશોદમાં ભારે પવન સાથે એક ઈંચ જ્યારે ભેંસાણમાં ઝાપટા વરસ્યા હતા. 

તાલુકો જિલ્લો ઈંચમાં
મેંદરડા જુનાગઢ 4.00
તલાલા

ગીરસોમનાથ 2.50
જુનાગઢ જુનાગઢ 2.25
જુનાગઢ શહેર જુનાગઢ 2.25
વંથલી જુનાગઢ 2.25
બોટાદ બોટાદ 2.20
કાલાવાડ જામનગર 2.00
વિસાવદર જુનાગઢ 2.00
પાલિતાણા ભાવનગર 2.00
લોધિકા રાજકોટ

1.75
સાવરકુંડલા અમરેલી 1.75
ટંકારા મોરબી 1.25
પડધરી  રાજકોટ 1.25
માળિયા હાટિના જુનાગઢ 1.25
ચુડા સુરેન્દ્રનગર 1.25

રાજકોટમાં રવિવારની મોજ માણવા માટે જાણે મેઘરાજા આવ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજકોટમાં રાત્રિ સુધીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. 

અમરેલી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં ગત બપોર પછી સાર્વત્રિક વરસાદો નોંધાયો છે. લાઠી તાલુકામાં બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, અને 28 મીમી વરસાદ ખાબક્યો હતો, અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલને લઈને જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.  

જામનગરમાં સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. મોરબીમાં સાંજે પવન સાથે વરસાદ શરૂ થયો, શહેરના રામચોકસ નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ, સામાકાંઠે સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં સંખ્યાબંધ શહેરોમાં વરસાદ

રાજ્યના સંખ્યાબંધ શહેરોમાં વરસાદ વરસ્યો હતો. જો સુરતની વાત કરીએ તો  સુરત શહેર, ઓલપાડ, ચોર્યાસીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં બે ઈંચ, ઓલપાડમાં દોઢ ઈંચ, માંગરોળ, માંડવી, મહુવામાં એક ઈંચ સહિત તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. 

આ સમાચાર શેર કરો