'મોરવાહડફના 11 જેટલા ગામોને પાનમથી ભરવાની 38 કરોડની યોજનાનું કામ શરૂ થશે' MLAની જાહેરાત
આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ફેર-ફેર થઈ રહી છે. ત્યારે મોરવાહડફના મોરા ખાતે જિલ્લા ક

આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ફેર-ફેર થઈ રહી છે. ત્યારે મોરવાહડફના મોરા ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય નિમિષાબેન સુથારે મહત્વની જાહેરાત કરી હતી. જેથી પાણીની સમસ્યા હલ થાય તેવું કહેવામાં આવ્યું હતું.
પાનમથી ભરાશે તળાવ
મોરવાહડફના આદિવાસી વિસ્તારના 11 જેટલા ગામોમાં પાણીની સમસ્યા ન પડે તે માટેની 38 કરોડની યોજનાનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે તેમ નિમિષાબેન સુધારે જણાવ્યું હતું. 11 જેટલા ગામોના તળાવોને પાનમ આધારિત ભરવામાં આવશે, તે જાહેરાત તેમણે વધુમાં કરી હતી.
11 ગામને યોજનાને લાભ મળશે
મોરવાહડફના અગરવાડા, રજાયતા, સાગવાડા, ભંડોઇ અને મેત્રાલ સહિતના 11 જેટલા ગામોને આ યોજનાનો લાભ મળશે. સરકાર દ્વારા મંજૂર થયેલા રૂપિયા 38 કરોડની યોજનાનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે તેમ નિમિષાબેન સુથારે વધુમાં જણાવ્યું હતું.








