મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

36 વર્ષ પહેલા MLA પોપટ સોરઠીયાની થઈ હતી હત્યા, આરોપીની સજા માફીના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 1988માં ધ્વજવંદન કાર્યક્રમમાં જ પિસ્તોલથી ગોળી ધરબીલ દઈ જાહેરમાં સ

36 વર્ષ પહેલા MLA પોપટ સોરઠીયાની થઈ હતી હત્યા, આરોપીની સજા માફીના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 1988માં ધ્વજવંદન કાર્યક્રમમાં જ પિસ્તોલથી ગોળી ધરબીલ દઈ જાહેરમાં સનસનાટી ભરી હત્યા કરવામાં આવી હતી. પોપટભાઈ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સજા પહેલાં વહેલા મુક્ત કરી દેવાના સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી રિટમાં એવી રજૂાત કરવામાં આવી હતી કે, ગત તા.29-1-2018ના રોજ તત્કાલિન જેલોના એડીજીપી ટી.એસ.બિષ્ટ દ્વારા જુનાગઢ જેલ ઓથઓરિટીને પત્ર લખાયો હતો, અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઈ હતી.

આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો

માફી આપી દેવા પાછળ એવું કારણ અપાયું હતું કે જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા ભોગવવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા કાયકાદીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટીરીતે નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી તેને બાકીની સજા ભોગવવા માટે જેલમાં પરત મોકલવા જોઈએ.

શું હતો મામલો

15ઓગસ્ટ 1988ના રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમમાં હાજરી આપવા આવેલા પોપટ સોરઠીયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોઈન્ટ બ્લેન્ક રેનજથી ગોળી મારી હત્યા કરી હતી. રાજકીય દુશમનાવટમાં હત્યા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો