અમદાવાદમાં વાહનચાલકો બેફામ, છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનની ઘટનામાં 345 લોકોના મોત
હેલ્મેટ-લાઈસન્સ સહિતની વિવિધ ડ્રાઇવ ભરે યોજવામાં આવે પણ બેફામ ઝડપે હંકારતા વાહનચાલકો પર અ

હેલ્મેટ-લાઈસન્સ સહિતની વિવિધ ડ્રાઇવ ભરે યોજવામાં આવે પણ બેફામ ઝડપે હંકારતા વાહનચાલકો પર અંકૂશ મેળવવામાં ટ્રાફિક પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનની 345 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
બે વર્ષમાં હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકઆંક વધ્યો
1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદ શહેરમાં 344, અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરની 117, અમદાવાદ ગ્રામ્યમાં 228 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88, ગ્રામ્યમાંથી 243 એમ કૂલ 331ની ધરપકડ કરાઇ છે જેમાંથી અમદાવાદ શહેરમાંથી 344, ગ્રામ્યમાંથી 395 સામે પોલીસ કેસ કરાયા છે. બે વર્ષના આ સમયગાળામાં અમદાવાદ શહેરમાંથી 256, ગ્રામ્યમાંથી 152 એમ કૂલ 408 વ્યક્તિ હજુ સુધી પોલીસ દ્વારા ઝડપાયા નથી.






